અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડયો છે.
જીઆઇડીસી માં જલધારા ચોકડી પાસેથી પોલીસે ગત તા 24 નવેમ્બર ના રોજ કોસમડી ગામનાં બુટલેગર સુનિલ વસાવાની કારમાંથી 14 હજારના દારૂ તથા કાર સહીત રૂ.1.64 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટના બાદથી બુટલેગર પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.
પોલીસ આરોપીને શોધી રહી હતી તેવામાં તે કોસમડી ગામના રોડ પર હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો. આરોપી કોની પાસેથી દારૂ લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા અત્યાર સુધી કયાં સંતાયો હતો સહિતની વિગતો મેળવવા તેની પૂછપરછ હાથ ધરી છે.