અંકલેશ્વર GIDCની માધવ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માં લિફ્ટ માં ફસાયેલા કામદારોના મોત

Date:

Share

અંકલેશ્વર જીઆઇડીસીની માધવ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માં લિફ્ટ માં ફસાયેલા કામદારોના મોત નીપજ્યું હતું. 31 વર્ષીય કામદાર લિફ્ટ માં સમાન લઇ પહેલા માળે ઉતરી રહ્યો હતો તે દરમિયાન લિફ્ટ માં ફસાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

 

જીઆઇડીસી માં પ્લોટ નંબર 3450/ B માધવ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ગુરૂવારે સવારે કંપની માં કામ કરતા 32 વર્ષીય કામદાર રાજીપ આદિત્ય માના લિફ્ટથી સામાન ચઢાવી રહ્યો હતો. તે દરમિયાન પહેલા માળે સમાન કાઢતી વેળા તે ફસાઈ ગયો હતો જેને કંપનીના માલિક તેમજ અન્ય કામદારો બહાર કાઢી 108 ની મદદથી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

 

જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે તબીબે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને સ્થળ પંચકેશ તેમજ તબીબ તેમજ કંપની માલિક ના જવાબ લઇ પ્રાથમિક અકસ્માતે મોતનોગુનો નોંધી મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!