બારડોલીમાં ઓટોમોબાઇલની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ: તમામ સામાન સ્વાહા

Date:

Share

બારડોલી : બારડોલીના ગાંધી રોડ પર આશિયાના નગરની સામે આવેલી એક ઓટોમોબાઇલની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બારડોલી નગરપાલિકાની ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી જાનહાનિના કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

બારડોલી : બારડોલીના ગાંધી રોડ પર આશિયાના નગરની સામે આવેલી એક ઓટોમોબાઇલની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બારડોલી નગરપાલિકાની ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી જાનહાનિના કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના આશિયાના નગરની સામે આવેલી દ્રષ્ટિ ઓટોમોબાઇલ દુકાનમાં CNG કીટ ફીટીંગ તેમજ ગાડી રિપેરિંગનું કામ કરવામાં આવે છે. સોમવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દુકાનમાંથી ધુમાડો નીકળવા લાગતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગ સમગ્ર દુકાનમાં ફેલાય જતાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. દુકાનના મેનેજર હિમાંશુ ધનસુખ પટેલે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર પી.બી.ગઢવી સહિતની ટીમ ત્રણ ગાડીઓ જેમાં વોટર બ્રાઉઝર, મિનિ ફાયર ટેન્ડર અને ક્યુઆરટી વાન સાથે સ્થળ પર પહોંચી હતી અને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજિત 1કલાકની જહેમત પર આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટ થતાં ઓઇલના બેરલ પાસે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ કોઈ જાનહાનિ થઈ નથી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!