ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો

Date:

Share

ઝઘડિયા તાલુકાના સારસા ગામે ગતરોજ તા.૧૯ મીએ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં શાળાના ધોરણ છ સાત અને આઠના બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેવીકે સાયકલનું પંકચર બનાવવું, પ્રેસરકુકરનો ઉપયોગ કરવો, કેશ ગુંથણ, કાગળમાંથી વિવિધ ડિઝાઈન બનાવવી જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકી સહિત અન્ય શિક્ષકો શારદાબેન સોલંકી, વિમળાબેન પટેલ, હેમંતભાઇ ચૌહાણ, બિપિનભાઇ પટેલ, પ્રિયંકાબેન પટેલ, ઝુલિયાબેન વસાવા દ્વારા બાળકોને બાળમેળા વિષે જરુરી સલાહ સુચનો આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!