૧૦ નું દારૂ અંકલેશ્વર મારું-ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં નશામાં તલ્લીન યુવક રસ્તા વચ્ચે જ સૂઇ ગયો

Date:

Share

સામાન્ય રીતે આમ જોવા જઈએ તો ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી છે,પરન્તુ જે રીતે દારૂ ઝડપાય છે અને વેચાણ થાય છે તે તમામ બાબતો દારૂ બંધી ના ધજાગરા ઉડાડતી હોય છે,ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા અવારનવાર બુટલેગરો ને ઝડપી પાડી તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે,પરન્તુ બુટલેગરો પણ હમ નહિ સુધરેગે જેવી નીતિ અપનાવી ફરી થી પોતાનો નશાનો વેપલો ધમધમાવતા થઇ જાય છે,જે બાદ દારૂડીયાઓ પણ નશામાં તલ્લીન થઈ ફરતા હોય તેમ કેટલાય સ્થળે જોવા મળતા હોય છે,

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર માં પણ આજ પ્રકારની એક ઘટના ગત સાંજે સામે આવી હતી, જ્યાં નશામાં ધૂત એક વ્યક્તિ ભર બજાર અને જાહેર માર્ગ ઉપર બિન્દાસ અંદાજ માં રસ્તા વચ્ચે જ સૂતો હોય તેમ નજરે પડ્યો હતો,જે બાદ સમગ્ર ઘટના ક્રમ અંગેનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો,તેમજ અંકલેશ્વર માં દારૂ બંધી કેટલા અંશે છે તે નો જીવતો જાગતો પુરાવો આ વ્યક્તિ છે તે પ્રકારની ચર્ચાઓ લોકો કરતા નજરે પડ્યા હતા,

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના કેટલાય ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં દેશી તેમજ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ નું આજે પણ કેટલાય બુટલેગરો ક્યાંક બિન્દાસ અંદાજ માં તો ક્યાંક છુપી રીતે વેચાણ કરી રહ્યા છે,અંકલેશ્વર ના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ નું ચલણ પણ મોટા પ્રમાણ માં વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,ખાસ કરી નદી કાંઠા ના વિસ્તારોમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના મોટા પ્રમાણમાં અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે તેવા માં પોલીસ વિભાગે પણ હવે આ પ્રકારના અડ્ડાઓ ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરી નશાનો વેપલો કરતા તત્વો ને જેલ ભેગા કરવા જોઈએ તેવી લોક માંગ પણ જાગૃત નાગરિકો માં ઉઠી રહી છે.

 

રિપોર્ટર અફઝલ પઠાણ ભરૂચ : 8320979105

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!