ભરૂચ LCB અને અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામમાં આવેલા શેરડીના ખેતરમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Date:

Share

ભરૂચ LCB અને અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામમાં આવેલા શેરડીના ખેતરમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને ઝડપી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકની ટીમ અંક્લેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન બાતમી મળેલી કે, સેંગપુર ગામની સીમમાં ખાડી વગામાં વિષ્ણુ દામજી વસાવા તથા રાજેશ અર્જુન વસાવાનાઓએ શેરડીના ખેતરમાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડેલો છે. જે માહિતીના આધારે બંને પોલીસની ટીમે તાત્કાલિક પહોંચી રેઇડ કરી શેરડીના ખેતરમાં સંતાડી રાખેલો વિદેશી દારુની નાની-મોટી બોટલ નંગ -1336 કિં. રૂ.2,52,400, મોબાઇલ ફોન નંગ-1ની કી.રૂ.5000 મળી કુલ કી.રૂ.2,57,400ના મુદ્દામાલ સાથે વિષ્ણુ દામજી વસાવાને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.

જ્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો આપનાર અને દારૂ મંગાવનાર રાજેશ અર્જુન વસાવા રહે, સેંગપુર નવી નગરી તા-અંક્લેશ્વર, રાજેશ ચુનીલાલ વસાવા રહે, ચોર આમલા ગામ તા-વાલીયા અને સુનીલ બાબુ ગામીતને વૉન્ટેડ જાહેર કરી ત્રણેય ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!