સુરત સીટીમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને ઝડપી લઈ મોબાઈલ નગ-૭૩ તથા લેપટોપ નગ-૨ રીકવર કરતી ભરૂચ એલ.સી.બી.

Date:

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો પાસેથી શંકાસ્પદ ૭૩ મોબાઈલ અને બે લેપટોપનો જથ્થો ઝડપાયો 

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારી અંકલેશ્વર શહેર બી” ડીવીઝન પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન બાતમી મળેલ કે “ ત્રણ ઇસમ સુરતથી આવી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. ડેપો સામે શોપીંગમાં પોતાની પાસેના સ્પોર્ટન્સ બેગમાં મોબાઇલો રાખી શંકાસ્પદ હાલતમાં ફરે છે જેમાં એકે શરીરે કાળા કલરની અડધી બાયની ટી-શર્ટ તથા કમરે આછા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજાએ બ્લ્યુ ક્લરનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા ત્રીજાએ ગ્રેય કલ૨નો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે” જે બાતમી આધારે તાત્કાલીક જી.આઈ.ડી.સી એસ.ટી ડેપો સામે ડીસન્ટ હોટલ નજીક આવતા ઉપરોક્ત બાતમી મુજબના ત્રણ ઇસમો ચાલીને જતા હોય જેઓને સાથેના પો.માણસો દ્વારા કોર્ડન કરી પકડી લઈ તેઓને નજીકના અંકલેશ્વર શહેર બી” ડીવી. પો.સ્ટે ખાતે લઇ જઈ તેઓના બેગમાં મળી આવેલ શંકાસ્પદ મોબાઈલ નંગ -૭૩ તથા લેપટોપ નંગ – ૨ મળી આવેલ જે મોબાઇલ તથા લેપટોપ ના બીલ આધાર પુરાવાની માંગણી કરતા તેઓ નહી હોવાનું જણાવેલ અને ગલ્લા તલ્લા મારતા હોય જેથી મોબાઈલ તથા લેપટોપ કોઈ છળકપટ કે ચોરીથી મેળવેલાનું જણાઈ આવતા આરોપી વિરૂધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવેલ છે.

 

પકડાયેલ આરોપી

(૧) મનોહરસિંહ નારાયણસિંહ પુરોહિત ઉ.વ.૨૬ રહેવાસી. મ.નં.૩૦૧, શ્રીજી એપાર્ટમેન્ટ, ત્રિકમનગ૨, વરાછા રોડ સુરત શહેર

(૨) અનીષ શિવિલાસ તિવારી ઉ.વ.૨૨ રહે, મ.નં.૮૭, વૃંદાવન સોસાયટી આસપાસ ઘોડાદરા સુરત શહેર મુળ રહે, નૌવા ગામ તા-દેહહાં જી-રોહતાસ (બિહાર)

(3) સુરેન્દ્ર પોખરાજભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૯ ૨હે, ઘોડાદરા માન સરોવર સોસાયટી મ.નં.૧૨૬ આસપાસ સુરત શહેર સુરત

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઈ એમ.એમ.રાઠોડ, હે.કો ચંદ્રકાંત શંક૨ભાઈ, હે.કો અજયભાઈ ૨ણછોડભાઈ, વુ.હે.કો વર્ષાબેન રમણભાઈ, હે.કો ધનંજયસિંહ વિક્રમસિંહ, હે.કો ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ, પો.કો મેહુલભાઈ જશવંતભાઈ, પો.કો મનહરસિંહ નટુજી એલ.સી.બી ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!