જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળ દ્વારા સખી મીઠાઈ અને નમકીન સ્ટોલનું કરાયું પાલિકા પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન.

Date:

Share

ભરૂચમાં આત્મનિર્ભરના સંકલ્પ સાથે બહેનોની અનોખી પહેલ

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળ દ્વારા સખી મીઠાઈ અને નમકીન સ્ટોલનું કરાયું પાલિકા પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન.

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા વિસ્તારના પાંચબત્તી ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળ દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ઉદઘાટન શહેર પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને સાર્થક કરવા સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે સખી બહેનો દ્વારા શરૂ કરાયેલ સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનવાના સ્વપ્નને સાકાર કરવા ભરૂચ સખી મંડળ દ્વારા શહેરની મધ્યમાં મીઠાઈ અને સખી નમકીનની દુકાનનો પ્રારંભ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપ પ્રમુખ અક્ષય પટેલ, હેમાલી રાણા, પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળે મીઠાઈઓ અને નમકીન સ્ટોલ પર ઉચ્ચ ગુણવત્તાની અને સ્વાદિષ્ટ કાજુ અને અન્ય મીઠાઈઓ અને નમકીનનું વિતરણ કરીને મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સખી મંડળ દ્વારા ઉભુ કરાયેલું સેન્ટર કાયમી વ્યવસાય ન હોવાના કારણે બહેનો દ્વારા વેચાણ કરવામાં આવતી ચીજ વસ્તુઓ સસ્તી અને ફ્રેશ હોવાનું પણ માનવામાં આવે છે જેના કારણે લોકો પણ વધુ પ્રમાણમાં સખી મંડળના સ્ટોલ ઉપરથી ખરીદીનો આગ્રહ રાખતા હોય છે દસ દિવસ ચાલનારા આ સ્ટોલ માંથી લોકો દિવાળી પડવાને લઈ વિવિધ સામગ્રીઓની ખરીદી કરતા હોય છે ત્યારે સખી મંડળો દ્વારા પણ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રધાનમંત્રી ના આત્મ નિર્ભરને સાર્થક કરવા સાથે લોકોને સ્વાદિષ્ટ અને સ્વચ્છ ખાદ્ય સામગ્રી મળી રહે તેવા ઉદ્દેશ સાથે પોતાના સખી મંડળના સ્ટોલ નો શુભારંભ કરાવ્યો હતો. સખી મંડળના જીજ્ઞાસાબેન ગોસ્વામી માને, નયનબેન ખુમાણ, જયાબેન ડાભી, નીમાબેન દાના અને પ્રવીણાબેન પટેલે અને મોટી સંખ્યામાં સખી બહેનો ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર અફઝલ પઠાણ ભરૂચ

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!