અંકલેશ્વરમાં બહુચર્ચિત મયુરી હત્યા કાંડમાં LCB પોલીસે હત્યા કરી ફરાર પ્રેમી સૌરભ ગંગવાણીને બેંગ્લોરથી ઝડપી પાડી શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં સોંપ્યો

Date:

Share

મયુરી ભગત અને ગેરેજ ચલાવતો સૌરભ ગંગવાણી લિવ ઈન રિલેશન શિપમાં રહેતા હતા. તેઓ દોઢ મહિના પહેલા અંકલેશ્વરમાં રહેવા આવ્યા બાદ સૌરભ કામ પર જતો હોય અને મયુરી આખો દિવસ ઘરમાં એકલી કંટાળી જતી હોય ફરવા જવા અને સૌરભને ઘરે રહેવા જીદ કરતી હતી.

જેને લઈને બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થતાં તેઓ બંન્ને અવારનવાર તકરાર થયા કરતી હતી. જેથી સૌરભના મોટા ભાઈ સંજય ગંગવાણીએ મયુરીને સમજાવવા તેના નિર્માણ પામી રહેલા મકાનમાં બોલાવી હતી. જ્યાં તે નહીં માનતા ઉશ્કેરાઈ જઈને બંને ભાઈઓએ તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

તે બાદ તેના મિત્રોની મદદથી તેના મૃતદેહને ક્રૂરતાપૂર્વક બાંધી કોથળામાં નાખી કમલમ તળાવમાં પથ્થર વડે બાંધી નિકાલ કર્યો હતો. આ ઘટના બાદ સૌરભ તેના ઘરે બેંગ્લોર ભાગી ગયો હતો. જ્યારે તેનો મોટોભાઈ અહીંયા જ રહ્યો હતો. જોકે કોઈ માહિતીના આધારે સમગ્ર હત્યાનો મામલો સામે આવતા પોલીસે પ્રથમ સંજય ગંગવાણી અને તેના બે મિત્રોની ધરપકડ કરી હતી.

તપાસમાં સૌરભ બેંગ્લોર ભાગી ગયો હોવાનું ખુલતા LCB પોલીસની ટીમ તેને બેંગ્લોરથી ઝડપી પાડી અંકલેશ્વર લાવી શહેર એ ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. જેની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી સમગ્ર હત્યાનું રિહર્સલ કરી સાંયોગિક પુરાવા સાથે પંચનામું કર્યું હતું. જેમાં પોલીસે મયુરીના પરિવારજનો અંગેની પણ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.

 

રિપોર્ટર અફઝલ પઠાણ ભરૂચ


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!