અંક્લેશ્વરના જીતાલી ગામના નવી નગરીમાં ખુલ્લામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.

Date:

Share

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચના અને અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ ઉત્સવ બારોટની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.

 

તે દરમ્યાન માહિતીના જીતાલી ગામમાં નવી નગરીમાં દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસે મોબાઇલ ટોર્ચના અંજવાળે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી કેટલાક માણસો ભેગા જુગાર રમે છે.

પોલીસ ટીમે માહિતીના આધારે જીતાલી ગામમાં નવી નગરી પાસે આવેલી દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસેથી યાશીન ગુલામ વશી, અવિનાશ અરવિંદભાઇ વસાવા અને બાબુ વિશ્વાસભાઈ વસાવાને રંગે હાથોએ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

LCB ટીમે જુગાર દરમિયાન દાવ પર અને અંગજડતીમાંથી રૂ.17,000 હજાર, બે મોબાઈલ કિં રૂ.10,000 હજાર અને એક મોટર સાઈકલની કિં. રૂ.20,000 હજાર મળીને કુલ રૂ.47,000 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુધ્ધ જુગારધારા કલમો મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!