ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

Date:

Share

ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા નાઓ દ્વારા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચનાઓએ એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ
જે અન્વયે પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે, “ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે.નાં ચોરીના ગુનામાં વોન્ટેડ પ્રવિણ ઉર્ફે વાલ બાધા ભુપેન્દ્રભાઈ વસાવાનાનો ભોલાવ બસ ડેપો પાસે હાજર છે જેને શરીરે સફેદ કલરની શર્ટ તથા કમરે બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે”
જે મળેલ બાતમી આધારે ચોરીના ગુનાના આરોપી પ્રવિણ ઉર્ફે વાલ બાધા ભુપેન્દ્રભાઈ વસાવા હાલ રહે, સંજાલી ગામ યુનીફાર્મા કંપનીની સામે તા.અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, કાટીપાડા ગામ ભગત ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચનો છેલ્લા બે વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય જેને આજ રોજ બાતમી હકીકત આધારે
ભરૂચ ભોલાવ બસ ડેપો પાસેથી પકડી લઇ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

પ્રવિણ ઉર્ફે વાલ બાધા ભુપેન્દ્રભાઈ વસાવા હાલ રહે, સંજાલી ગામ યુનીફાર્મા કંપનીની સામે તા.અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, કાટીપાડા ગામ ભગત ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ

વોન્ટેડ ગુનાની વિગત:-

ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૧૨૨૦૩૧૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૮૦,૪૫૪, ૪૫૭ મુજબ

કામગીરી કરનાર ટીમ:-

પો.સ.ઇ.શ્રી આર.કે.ટોરાણી તથા અ.હે.કો. સંજયભાઇ તથા અ.પો.કો. મનહરસિંહ. અ.પો.કો. નિમેષભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

આ 5 ટિપ્સથી ઘટશે વીજળીનું બિલ ! લોકો ધ્યાન આપતા નથી પરંતુ તે ખૂબ જ સરળ છે, એમાં થશે અડધો ખર્ચ !

5 સ્ટાર-રેટેડ રેફ્રિજરેટરમાં અપગ્રેડ કરવાથી તમારી ઊર્જાનો વપરાશ લગભગ...

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ...
error: Content is protected !!