ભરઉનાળે પાણીકાપ: 3 દિવસ અડધા રાજકોટને પાણી નહીં મળે, કાંગશિયાળીમાં 300 ફ્લેટધારકના નળ કનેક્શન કપાયા

Date:

Share

રાજકોટ12 મિનિટ પહેલા

પ્રતિકાત્મક તસવીર.

ન્યારા ઓફ ટેક પરનો રો-વોટર સમ્પ સાફ કરવા પાણીકાપ ઝીંકાયો

રાજકોટમાં એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે. છતાં પણ નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પરનો રો-વોટર સમ્પ સાફ કરવાનો હોવાને કારણે કોર્પોરેશન દ્વારા આજથી ત્રણ દિવસ સુધી અડધા રાજકોટમાં પાણીકાપ ઝીંકી દેતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. આજે વોર્ડ નં. 2 અને 3માં બજરંગવાડી સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે. બીજીતરફ કાંગશિયાળી ગામમાં 300 ફ્લેટધારકના ગેરકાયદેસર નળ કનેક્શ કાપી નાખવામાં આવ્યા છે. આથી મામલતદાર કાંગશિયાળી ગામે દોડી ગયા છે. આ ફ્લેટધાકરોએ ગોંડલ નેશનલ હાઇવે પરથી પસાર થતી નર્મદાની લાઇનમાં ભંગાણ કરી કનેક્શન લીધા હતા.

ગુરૂવારે આ વિસ્તારોમાં પાણી વિતરણ બંધમહાપાલિકાએ જાહેર કર્યા પ્રમાણે આજે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગરોડ હેડ વર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.1, 2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10 તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.13 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.8 (પાર્ટ) 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

કાંગશિયાળી ગામે મામલતદાર દોડી ગયા.

કાંગશિયાળી ગામે મામલતદાર દોડી ગયા.

શુક્રવારે અહીંયા પાણીકાપ ઝીંકાશેજ્યારે તા.29 એપ્રિલને શુક્રવારે બજરંગવાડી વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ), 13 (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વોર્ડ નં.1માં રામેશ્વર પાર્ક (પાર્ટ-2), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.9માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.10, 11 અને 2ને પાણી નહીં મળેજ્યારે વોર્ડ નં.10માં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરૂપતિનગર, રાવલનગર, જલારામ પ્લોટ-1 વોર્ડ નં.8માં નંદ કિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જયશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર, વોર્ડ નં.11માં માયાણીનગર પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, સિલ્વર હાઈટસ એપાર્ટમેન્ટ, વીરલ સોસાયટી, નહેરુનગર સોસાયટી, પટેલ પાર્ક, સરદારનગર, ચામુંડાનગર, અલ્કા સોસાયટી, વોર્ડ નં.2માં ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ

સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ

વોર્ડ નં.9માં બે દિવસથી પાણીનો વેડફાટસામાજિક અગ્રણી રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એકબાજુ શહેરના 16 વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો છે તો બીજી બાજુ વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા દ્વારા પાણી બચાવવા માટે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ પ્રજાજનો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. પાણી બચાવવાની જેટલી જવાબદારી નગરજનોની છે એટલી જ જવાબદારી સત્તાધિશોની છે. કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને તંત્રની લાપરવાહીને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ હકિકત છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!