હિટ એન્ડ રન: ગળતેશ્વરના ટીંબાનામુવાડા નજીકના હાઈવે પર અજાણી ટ્રકની ટક્કરે બાઇક પાછળ બેઠેલા યુવકનું મોત

Date:

Share

Gujarati NewsLocalGujaratNadiadA Young Man Sitting On The Back Of A Bike Was Killed In A Collision With An Unidentified Truck On The Highway Near Timbanamuwada In Galateshwar.

નડિયાદએક કલાક પહેલા

કૉપી લિંકસેવાલિયા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના અમદાવાદ ઇન્દોર હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ટીંબાના મુવાડા ગામની સીમમાંથી પસાર થઇ રહેલા બાઇકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. જોકે, બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો છે. જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકના શરીર પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે કમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગળતેશ્વર તાલુકાના ગામે ડુંગરા ઉપર રહેતા 32 વર્ષીય મનોજકુમાર રયજીભાઈ બારૈયા પોતાના કૌટુંબિક કાકાના દીકરો મયનકુમાર વિઠ્ઠલભાઈ પરમાર સાથે ગતરોજ સવારે મોટરસાયકલ નંબર (GJ-07-CL-0783) ચલાવીને પોતાની બહેન તરઘૈયા ગામના ઘરે જઈ રહ્યા હતા. બાઇક મનોજભાઈ ચલાવી રહ્યા હતા. જ્યારે મયનકુમાર વાહનની પાછળ બેઠા હતા. આ દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઇવે પર ટીંબાના મુવાડા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ આવતી ટ્રકે ઉપરોક્ત બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક ચાલક મનોજકુમાર ફંગોળાઈને રોડ પર પડી ગયા હતા. જ્યારે પાછળ બેઠેલ મયનકુમારના શરીર પર ઉપરોક્ત ટાયર ફરી વળતાં તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઇ જતા ઘવાયેલા મનોજકુમારને તુરંત સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી તેઓ જીવ બચી ગયો હતો. આ અકસ્માત સંદર્ભે ઘવાયેલા મનોજકુમાર બારૈયાએ સેવાલિયા પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!