આદિવાસીઓનો અવાજ બની લડત આપશે કોંગ્રેસ : પ્રભારી રઘુ શર્મા

Date:

Share

કોંગ્રેસનાપ્રદેશપ્રભારીડૉ.રઘુશર્મા એ બારડોલી ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.

આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત આગામી 12મી જૂનના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બાજીપુરામાં સભાને સંબોધિત કરવાના હોય તેના આયોજનના ભાગરૂપે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માની ઉપસસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ ડેલિગેટ્સની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પૂર્વે ડૉ. રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સહપ્રભારી સંદીપજી, ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. તુષાર ચૌધરી અને પ્રદેશ આગેવાનોની સાથે બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં સરદાર પટેલ અને ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલી આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસના આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યુ હતું કે,10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના આદિવાસી પટ્ટા માટે આદિવાસી સત્યાગ્રહના કાર્યક્રમના લોંચિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ એ છે કે, આ વિસ્તારના દસ લાખ પરિવારોને ત્યાં બે વખત કોંગ્રેસ કાર્યકર જશે અને તેની મુશ્કેલી અને દુઃખ શું છે તે જાણશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં આજે પણ આદિવાસી તેના જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યાં રોજગારની કોઈ તકો નથી અને પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવી રહી છે. પાણી રોકીને અલગ અલગ પ્રોજેકટ બનાવવામાં આવી રહ્યા છે. આથી આદિવાસી ખુદ લડાઈ લડવા ઉતર્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આદિવાસીઓનો અવાજ બની લડત ચલાવશે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય સેવા પણ કથળી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્યની સુવિધા ખાનગી હાથોમાં આપી દેવામાં આવી હોય આદિવાસી માટે તે સુવિધા મેળવવી મુશ્કેલ બની ગઈ છે. અમે તેમની મુશ્કેલી જાણીશું અને તેમણે ભરોસો આપીશું કે 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે. અમારી સરકાર બનશે તો અમે તેમને એક અધિકાર પત્ર આપીશું. જેનું નામ ઇન્દિરા અધિકાર પત્ર હશે જેના દ્વારા કોંગ્રેસ સરકાર આવશે તો વિવિધ સુવિધા ઊભી કરવાની ખાતરી આપવામાં આવશે. સંપાદનમાં જતી જમીનના વળતરની વાત હોય તો આદિવાસી વિસ્તારમાં વળતર ખૂબ જ ઓછું હોય છે જ્યારે અન્ય વિસ્તારોમાં વળતર વધુ મળતું હોય છે. તાપી પાર રિવર લિન્ક પ્રોજેકટ રદ્દ કરવામાં નથી આવ્યો પરંતુ ચૂંટણીને કારણે સ્થગિત કરાયો છે. ચૂંટણી પૂર્ણ થતાં જ તે ફરી લાગુ થઈ જશે. આમ ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો દેખાઈ આવે છે. કે. રાજેશના ભ્રષ્ટચારના પ્રશ્ન પર રઘુ શર્માએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમણે પરીક્ષાના પેપર ફૂટવા બાબતે પણ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. તેમણે ડ્રગ ટ્રાફિકિંગ મામલે શર્માએ ગુજરાતને ડ્રગ્સનું ગેટવે ગણાવ્યું હતું. એક જ પોર્ટ પરથી હજારો કરોડોનું ડ્રગ્સ પકડાય રહ્યું છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે ગુજરાતમાં યુવાનોને રોજગારી તો આપી શકાતી નથી પરંતુ ગુજરાતનું ભવિષ્ય બરબાદ કરવા ડ્રગ્સ ખુલ્લેઆમ આવી રહી છે. સરકારને ગુજરાતના ભવિષ્યની કોઇ ચિંતા નથી. તેમણે મોંઘવારી અંગે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લોકો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. બહુત હો ગઈ મહંગાઈ કી માર અબકી બાર મોદી સરકારના સૂત્રને ટાંકી તેમણે કટાક્ષ કર્યો હતો કે બબ્બે વખત મોદી સરકાર આવી ગઈ પરંતુ હજી સુધી મોંઘવારી ઓછી થઈ શકી નથી. રસોઈ ગેસ અને પેટ્રોલિયમના ભાવો આસમાને છે. ભાજપ સરકારના રાજમાં અર્થવ્યવસ્થા ઉંધા માથે પટકાય છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ અંગે પ્રશ્ન પૂછતાં રઘુ શર્મા એ મોન ધારણ કર્યું કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ અંગે પ્રશ્ન પૂછતાં રઘુ શર્મા કોઈ જવાબ આપી શક્યા ન હતા અને પ્રેસ કોંફોરન્સ છોડી દીધી હતી. હાર્દિક પટેલ દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર જાતિવાદ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો તે બાબતના પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ તેઓ પત્રકાર પરિષદ છોડી જતાં રહ્યા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!