Exclusive : સરકાર કામ કરતી થઇ, શું ચૂંટણી નજીક આવી રહી છે?

Date:

Share

ગુજરાતની ચૂંટણી જીતવા માટે નેતાઓ મોટી મોટી સભાઓમાં મોટા મોટા ભાષણ કરશે અને મોટા મોટા વાયદા આપવામાં આવશે જે આવતી ચૂંટણી સુધી ચાલશે

 

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર પોતાના કામને લઈને સક્રિય થઇ ગઈ છે. પાંચ વર્ષમાં પુરા કરવાના કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકાર શક્ય એટલા પ્રયત્ન કરી રહી છે. કરોડો રૂપિયાની યોજનાઓ ખુલ્લી મુકવામાં આવી છે. ગુજરાત સરકારમાં ખાલી પડેલી જગ્યામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે તો જુદા જુદા વિભાગની પરીક્ષા લેવામાં આવી રહી છે. મતદારને રીઝવવા વિકાસના કામોની હારમાળા સર્જવામાં આવશે. 

 

સરકારના ખાસ વિભાગ ઈન્ક્મટેક્સ પણ સંક્રિય થઇ ગયું છે અને અત્યાર સુધી ના કર્યું હોય તેવા મોટા ઓપરેશન પાર પાડી રહી છે. ભારતમાં ચૂંટણી આવતા જ સત્તામાં બેઠેલી સરકાર અચાનક જાગૃત અવસ્થામાં આવી જાય છે અને મેહસૂસ કરવા લાગે છે કે પ્રજાના કામ થવા જોઈએ. લોકકલ્યાણની નીતિ અને લોકઉપયોગી યોજનાઓ સરકારને ચૂંટણી નજીક આવતા જ યાદ આવે છે. 

 

સરકારના કેટલાક વિભાગ જાણે ચૂંટણી આવવાની જ રાહ જોતા હોય તેમ એકદમ સક્રિય થઇ જાય છે. મોટા મોટા પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવે છે અથવા તો મોટા પ્રોજેક્ટ માટે ખાતમુર્હત કરવામાં આવે છે. સરકારમાં ખાલી પડેલી જગ્યા ચૂંટણી સમયે જ કેમ ભરવામાં આવે છે અને જે વિભાગમાં ખાલી જગ્યા પડી હોય તેની જગ્યા માટે પરીક્ષા પણ ચૂંટણી નજીક આવતા જ ફટાફટ લેવાય છે.

 

ગુજરાતની ચૂંટણી નજીક આવતા જ ઇન્કમટેક્સ વિભાગ, પોલીસ વિભાગ સક્રિય થઇ ગયો છે અને યોગ્ય રીતે કાર્યવાહી કરવા લાગ્યો છે. ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં સૌથી વધુ દારૂ ગુજરાતમાંથી જ પકડાઈ છે પરંતુ જ હાલના સંયમમાં દારૂ પકડવાની કામગીરી પુરજોશમાં છે.

 

ગુજરાત સરકારની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓ શરુ કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી આપી સરકાર સંતોષ માનશે. પોલીસ દ્વારા નાના ગુનાહિત કરતા લોકોને પકડે છે જયારે મોટા માથાને હજુ સુધી હાથપણ નથી અડી શકતા. શું કારણ છે કે ગુજરાત સરકાર ચૂંટણી નજીક આવતા જ સક્રિય થઇ જાય છે જયારે હજુ પણ કેટલાક પડતર પ્રશ્ન છે જે સરકાર દ્વારા સાંભળવામાં આવ્યા નથી.

 

સરકાર સામે પડતર પ્રશ્નો

 

હાલ સરકાર સામે ઘણા મુદ્દાઓ છે જે હજુ સુધી એ મુદ્દા પર સરકારે નિર્ણય લેવાં આવ્યો નથી. શા માટે ગુજરાત સરકારના કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો? શા માટે ગુજરાત સરકારમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા? ગ્રેડ પે નો મામલો હજુ ત્યાં ને ત્યાં જ છે. ગુજરાત સરકારના પેન્સનરોને હજુ સુધી મોંઘવારી ભથ્થું તેમજ અન્ય લાભ પણ ચુકવણી કરવામાં આવતી નથી. 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!