અમદાવાદમાં 1.5 વર્ષથી વધુ સમયથી સી પ્લેનની સેવા બંધ થઈ, એનએસયુઆઈનો વિરોધ

Date:

Share

સાબરમતી રીવરફ્રન્ટ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ટોયના પ્લેન જઈને ઉડાવ્યા હતા

 

અમદાવાદમાં સી પ્લેનની સેવા રંગચંગે શરુ કરવામાં આવી હતી પરંતુ આ સેવા અત્યારે બંધ જોવા મળી રહી છે. સી પ્લેનની સેવા છેલ્લા 1.5 વર્ષથી વધુ સમયથી બંધ જ હોવાથી ઘણા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમને નકલી ટોય પ્લેન ઉડાવને વિરોધ કર્યો હતો.

 

અમદાવાદમાં કેવડીયા સુધી સી પ્લેનની સ્વા શરુ કરાઈ હતી. ત્યારે સી પ્લેન ખોટવાઈ જવાની પણ ઘટના એકથી બે વાર બની હતી. જેથી એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, સી પ્લેન અંદાજીત 40થી 50 વર્ષ જૂનું છે અને તેના કારણે તેને સર્વિંસમાં મૂકવું પડી રહ્યું છે. જેથી બેથી ત્રણ વાર આ સેવા ચાલુ બંધ રહી હતી પરંતુ હવે તો ઘણા સમયથી બિલકુલ બંધ જ જોવા મળી રહી છે. જેથી કેટલાક લોકો હળવી મજાક એવી પણ કરી રહ્યા છે કે, ચૂંટણી નજીક આવી રહી છે એટલે શરું થશે.

 

ત્યારે એન.એસ.યુ.આઈ. એ પણ વિરોધ નોંધાવ્યો હતો. રીવરફ્રન્ટ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ટોયના પ્લેન જઈને ઉડાવ્યા હતા. આ સાથે એનએસયુઆઈએ નારાઓ પણ લગાવ્યા હતા. આ સાથે તેમને સરકાર પર આક્ષેપ કર્યા હતા અને પ્રજાના પૈસે શરુ કરેલી સેવા બંધ કરવામાં આવી છે. 

 

જો કે, અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જૂન મહિનામાં સી પ્લેન સેવા શરુ કરાશે. એપ્રિલ સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની વાત કરી હતી પરંતુ હજૂ સુધી આ સી પ્લેન ક્યાંય અમદાવાદમાં દેખાયું નથી. ત્યારે આ સેવાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!