કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલની સમિક્ષા બેઠક યોજાઈ

Date:

Share

કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલની સમિક્ષા બેઠક યોજાઈ

 

 

ગુરુવાર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલની સમિક્ષા બેઠક યોજાઈ હતી. 

 

આ બેઠકમાં કલેકટરશ્રીએ આપેલી સૂચના અન્વયે રોડ સેફ્ટી અને ટ્રાફીકને લગતી કરવામાં આવેલ કામગીરી તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે થાય તેવા સુચારું કામગિરી માટે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

કલેકટરશ્રીએ આપેલી સૂચના અન્વયે, ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા કરવામાં આવેલા વિવિધ કામોનું ઝિણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેમજ મિંટીગને અનુલક્ષી અમલીકણ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગર્શન પણ પુરું પાડ્યું હતું.

 

 

 

આ બેઠક દરમ્યાન શાળાઓમાં ચાલતા વાહનોનું સધન ચેકીંગ, ઓવરલોડ વાહનો પરની કાર્યવાહી, અંકલેશ્વર થી હાંસોટને જોડતા રોડ પર સાઈડના વૃક્ષો પર ટ્રીગાર્ડ લાલ રીફલેકટર લગાવવાની કામગીરી,S CURVE માં R & B દ્વારા બમ્પ મૂકવાની તેમજ રીડ સાઈનીસ મૂકવાની કામગીરી, સેફટીને લગતા સાઈન બોર્ડ, ભરૂચ જીલ્લામાં NH-48 પર આવેલા તમામ બ્લેકસ્પોટૅને આયડેન્ટીફાઈ કરવાની કામગીરી,

 

વર્ષ-૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧ના ફૅટલના ડેટાના વેરીફીકેશનની કામગીરી, તેમજ ભરૂચ શહેરમાં ટ્રાફિક હળવો કરવા ટ્રાફીક શાખાએ ઉભી કરી દબાણ હટાવવાની કામગીરી, રોડ સેફ્ટી એજયુકેશન બાબતે રોડ સેફટી અવરનેસ પ્રોગ્રામ અંતગૅત કરેલ કાર્યક્રમની વિગતો માંગી તેનું ઝિણવટથી નિરીક્ષણના આધારે ભરૂચ જિલ્લામાં રોડ સેફટી કાઉન્સીલની સમિક્ષા કરવામાં આવી હતી.

 

 

 

 આ મીટીંગમાં પોલીસ અધિક્ષકશ્રી શ્રિમતી લીનાબેન પાટીલ, નિવાસી કલેકટરકશ્રી જે.ડી.પટેલ તેમજ જીલ્લાના તમામ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એમ.એસ.પંચાલ ભરૂચ વગેરે અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!