આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૯ થી ૧૧ ઓગસ્ટ સુધી તિરંગા બાઈક રેલી યોજાશે.

Date:

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૯ થી ૧૧ ઓગસ્ટ સુધી તિરંગા બાઈક રેલી યોજાશે.

૯ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ભરૂચ જીલ્લાના ૭ મંડળોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

 

૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ બાઈકો લઈ ૭૫ બુથ ઉપર ફરશે યુવા મોરચાના કાર્યકરો.

 

 

 

૧૨ થી ૧૫ ઓગસ્ટ સુધી મહાપુરુષોની પ્રતિમાને ફૂલહાર કરી પટાંગણની સાફ સફાઈ હાથ ધરશે યુવા મોરચો.

 

 

 

 

 

ભરૂચના કસક સ્થિતિ ભાજપ કાર્યલય ખાતે ભરૂચ જીલ્લા યુવા મોરચાના પ્રભારી યતીન નાયક અને જીલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી.જેમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા મોરચા દ્વારા ૯ મી ઓગસ્ટ થી ૧૫ મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

 

 

ભારતની આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે તિરંગાને ઘરે લાવવા અને તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે.ધ્વજ સાથેનો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે.ત્યારે આઝાદીના ૭૫ માં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામુહિક રીતે ધ્વજને ઘરે લાવવોએ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બની જાય છે.

 

આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.ત્યારે હર ઘર તિરંગા રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં ૫ લાખ તિરંગા યુવા મોરચા દ્વારા લગાવવામાં આવે તેના ભાગરૂપે ભરૂચ જીલ્લા યુવા મોરચા દ્વારા કસક સ્થિત આવેલ ભાજપ કાર્યલય ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

આ મિટિંગમાં ઉપસ્થિત યુવા મોરચાના ભરૂચ જીલ્લાના પ્રભારી યતીન નાયકે જણાવ્યું હતું કે યુવા મોરચા દ્વારા આગામી ૯ ઓગસ્ટ થી ૧૧ ઓગસ્ટ સુધી ભરૂચના ૭ મંડળોમાં તિરંગા બાઈક યાત્રા યોજાશે.જેમાં સમગ્ર બઈકો ઉપર તિરાંગ લહેરાવતા વિવિધ રૂટો ઉપર ફરશે.આ તિરંગા બાઈક યાત્રામાં ૭૫ બાઈકો વિધાનસભાનાં ૭૫ બુથો ઉપર ફરશે, વિવિધ સ્ટોલ ઊભા કરી વિતરણ કરવું અને ઘરે ઘરે જઈ તિરંગા આપશે અને લહેરાવવાની માહિતી આપે તેમજ તિરંગા આપનાર પાસે થી કોઈ પણ પ્રકાર નો દર લેવો નહીં તેઓની શક્તિ પ્રમાણે જે આપે તે સ્વીકાર કરવો,૧૨ ઓગસ્ટ થી સ્વચ્છતા અભિયાન હથધરવું જેમાં મહાપુરુષો અને ક્રાંતિકારીઓ ની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર કરવા સાથે પટાંગણની સાફ સફાઈ કરવી,૧૪ મી ઓગસ્ટના રોજ અખંડ ભારત વિભાજન દિવસ ની ઉજવણી અંતર્ગત મશાલ રેલી યોજવી તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો ના ઘરે જઈ મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી તિરંગો આપવા સહિતની માહિતી આપી હતી.

 

 

ભરૂચ ભાજપના મહામંત્રી નિરલ પટેલે જણાવ્યું હતું કે આ રાષ્ટ્ર વ્યાપી અભિયાન છે જેમાં તમામ લોકો જોડાઈ જેથી આન, બાન અને શાન સમાન તિરંગો સમગ્ર લોકોના ઘર ઉપર લેહેરાય જેથી તેનું મન સન્માન જળવાઈ અને યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તેવી આશા વ્યક્ત કરી હતી.

 

 

તો ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલે ભાજપની સદસ્યતા અભિયાનમાં સારી કામગીરી કરનાર તમામ યુવા હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રદેશ તરફ થી જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી ને સૌ નિભાવે અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને દેશ ભક્તિનો સંદેશો પાઠવે તેમ જણાવ્યું હતું.

 

 

આ પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પુષ્કરના અને શક્તિંસિહ પરમાર સહિત તાલુકા પ્રભારી,સોશ્યલ મીડિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!