ગુજરાતની પ્રજા છેલ્લા ર૭ વર્ષથી ભાજપના કુશાસનથી પીડાય છે : કોંગ્રેસ

Date:

Share

યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની આ પરિવર્તન યાત્રા પોરબંદર આવી પહોંચતા પોરબંદર યુવક કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અસ્માવતી રિવરફ્રન્ટથી સુદામાચોક સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો છકડો રીક્ષામાં બેસી આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલી સુદામાચોક ખાતે સભામાં ફેરવાઇ હતી. કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રસના પ્રમુખ હરપાલસહ ચુડાસમા, રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસહ ગોહિલ, સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશના પ્રગતિ આહિર હિરાભાઇ જોટવા તેમજ પોરબંદર કોંગ્રસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા ર૭ વર્ષથી ભાજપના કુશાસનથી ત્રાહિમામ થઇ ગઇ છે.

 

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી સુઇ સુધીની આ પરિવર્તન યાત્રા આજે પોરબંદરના આંગણે આવી પહોંચી હતી. પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્્યું હતું અને એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામાચોક ખાતે જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રસના આગેવાનોએ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તો મોઢવાડિયાએ અધિકારીઓને પક્ષના કોઇ એજન્ડા લઇને ન આવે તેવી પણ સૂચના આપી હતી.

યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની આ પરિવર્તન યાત્રા પોરબંદર આવી પહોંચતા પોરબંદર યુવક કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અસ્માવતી રિવરફ્રન્ટથી સુદામાચોક સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો છકડો રીક્ષામાં બેસી આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલી સુદામાચોક ખાતે સભામાં ફેરવાઇ હતી. કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રસના પ્રમુખ હરપાલસહ ચુડાસમા, રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસહ ગોહિલ, સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશના પ્રગતિ આહિર હિરાભાઇ જોટવા તેમજ પોરબંદર કોંગ્રસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા ર૭ વર્ષથી ભાજપના કુશાસનથી ત્રાહિમામ થઇ ગઇ છે. યુવાનોને રોજગારી મળતી નથી, લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં પરિવર્તન નહીં પરંતુ આંધી આવશે અને કોંગ્રેસે આપેલા વચનો નિભાવશે. કોંગ્રેસના આગેવાનોએ આમ આદમી પાર્ટીને બિ-ટીમ ગણાવી હતી. તો મોઢવાડિયાએ કેટલાક અધિકારીઓને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પક્ષના એજન્ડા લઇને ગુજરાતના જે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો લઇને આવ્યા છે તે લોક કાયદાને નેવે મુકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનવાની કોશીષ ન કરતા. ભૂતકાળમાં જે લોકોએ આવી કોશીષ કરી છે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે. ચૂંટણી આવે છે, તમારી ફરજ મુક્ત રીતે બજાવો, એજન્ડા લઇને ચાલવાની કોશીષ ન કરતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઇ મેપાભાઇ ઓડેદરા, પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, હિરાલાલભાઇ શિયાળ, રામદેવભાઇ મોઢવાડિયા, પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, કિશન રાઠોડ, કારૂભાઇ ગોઢાણિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!