દહેજમાં મુખ્ય ડ્રેનેજ સાફ કરવા રજાના દિવસે ગેરકાયદે 3 સફાઈ કામદારોને ઉતારી તેમના મોતના જવાબદાર ચોથા ગુનેગાર એવા કોન્ટ્રકટરને 7 મહિના બાદ ભરૂચ LCB એ સુરતથી ઝડપી લીધો

Date:

Share

દહેજમા ગામની મુખ્ય ગટરમાં એપ્રિલમાં રજાના દિવસે સરપંચ જયદીપસિંહ રણા, મહિલા ડે. સરપંચના કારભારી પતિ મહેશ ગોહિલે ત્રણ સફાઈ કામદારોને ગેરકયાદેસર અઢી ફૂટ પોહળી અને 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતાર્યા હતા.

મશીનથી સાફ કરાવવાની ડ્રેનેજમાં માણસોને વગર સુરક્ષાએ ઉતારતા ગૂંગળામણથી ત્રણેય સફાઈ કામદારો મોતને ભેટ્યા હતા. જે ઘટનાના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સુધી ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે રાજ્ય સરકારને પણ નોટિસ અપાઈ હતી. ભરૂચ પોલીસે ઘટનામાં દોષિત સરપંચ, ડે. સરપંચના પતિ અને તલાટી સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.

જોકે ઝાલોદનો કોન્ટ્રકટર ઘટના બાદથી ફરાર થઇ ગયો હતો. કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું. દરમિયાન LCB PSI પી.એમ.વાળા અને તેમની ટીમને વોન્ટેડ વાલા વરસિંગ મુનિયા સુરતમાં મજૂરાગેટ નજીક સિવિલ હોસ્પિટલ પાસે હોવાની બાતમી મળતા તેને હિરાસતમાં લઇ લેવાયો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!