અંકલેશ્વર ના નેશનલ હાઇવે 48 ઉપર સુરત થી વડોદરા તરફ લઈ જવાતા ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના મોટા જથ્થા સાથે એક આઈસર ટેમ્પો ને પોલીસે ઝડપી પાડી લાખો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Date:

Share

અંકલેશ્વર ના નેશનલ હાઇવે 48 ઉપર સુરત થી વડોદરા તરફ લઈ જવાતા ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના મોટા જથ્થા સાથે એક આઈસર ટેમ્પો ને પોલીસે ઝડપી પાડી લાખો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

ભરૂચ જિલ્લા માં દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ના વિવિધ પોલીસ મથક ના કર્મીઓ દ્વારા અલગ -અલગ સ્થળે બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ ગુનાખોરી ની ઘટનાઓને અંજામ આપતા તત્વોને જેલ ના સળીયા પાછળ પણ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ને મોટી સફળતા હાસિલ થઈ છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર સુરત તરફ થી વડોદરા તરફ આવતા આઈસર નંબર GJ 23 AW 1550 ને અંકલેશ્વર નજીક અટકાવી તેની તલાસી લેતા ટેમ્પો માં પુંઠા ના બોબીન ની આડ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જે બાદ પોલીસે આ મામલે મુસ્તાક અહેમદ ભાઈ વ્હોરા રહે, કંસારી, ખંભાત તેમજ શાહરુખ ગુલામ ભાઈ વ્હોરા રહે, લાલ દરવાજા, ખંભાત નાઓને ઝડપી પાડી મામલે દારૂ નો મુદ્દામાલ મંગાવનાર ખંભાત નો આસીફ વ્હોરા સહિત દારૂ ભરી આપનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી આઈસર ટેમ્પો સહિત વિદેશી દારૂ અને બિયર નો જથ્થો મળી કુલ 12,50,400 નો મુદ્દામાલ કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!