અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં ગડખોલ મહેન્દ્રનગર ખાતેથી શંકાસ્પદ મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Date:

Share

અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં ગડખોલ મહેન્દ્રનગર ખાતેથી શંકાસ્પદ મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા નાઓએ ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ મુજબ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ ખાનગી વાહનમાં અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ” ગડખોલ ખાતે આવેલ મહેન્દ્રનગરમાં આવેલ જાનવી એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ મોબાઇલનું વેચાણ થાય છે” જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી દુકાનમાંથી શંકાસ્પદ બીલ પુરાવા વગરના મોબાઇલ નંગ-03 કિ.રૂ ૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે. ખાતે આગળની વધુ તપાસ માટે સોપવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમ

(૧) ધીરજભાઇ S/O ઘનશ્યામભાઇ ગંગાપ્રસાદ પાંડે ઉ.વ.-૨૯ હાલ રહે, સિધ્ધેશ્વર રેસીડેંસી રૂમ નંબર-૪૯ અંદાળા તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- ગામ-સીંગપુર જીલ્લો- કોસાંબી થાના- પીપરી ઉતરપ્રદેશ

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ ૧૫,૦૦૦/-

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઇ. શ્રી આર.કે.ટોરાણી તથા અ.હે.કો. અજયભાઇ તથા પો.કો મનહરસિંહ, વુ.પો.કો. હીરલ એલ.સી.બી ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

આ 5 ટિપ્સથી ઘટશે વીજળીનું બિલ ! લોકો ધ્યાન આપતા નથી પરંતુ તે ખૂબ જ સરળ છે, એમાં થશે અડધો ખર્ચ !

5 સ્ટાર-રેટેડ રેફ્રિજરેટરમાં અપગ્રેડ કરવાથી તમારી ઊર્જાનો વપરાશ લગભગ...

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ...
error: Content is protected !!