ભાજપ શાસન કે ભ્રસ્ટાચાર શાસન, જાણો આવું કેમ ? હવે સરકાર સિવાય કોઈ સહારો નહિ…

Date:

Share

ભાજપ શાસન કે ભ્રસ્ટાચાર શાસન, જાણો આવું કેમ ? હવે સરકાર સિવાય કોઈ સહારો નહિ, ભરૂચ અને નર્મદાની 4 પાલિકાની શાખ અને ફરી નગરમાં ઝગમગાટ ગાંધીનગરના હાથમાં DGVCL ચારેય પાલિકા પૂરેપૂરી ₹25 કરોડની રકમ ભરે નહિ ત્યાં સુધી જોડાણો શરૂ કરવાના મૂડમાં નહિ

પાલિકાઓ પાસે સ્ટ્રીટલાઈટ અને વોટરવર્ક્સના બાકી વીજ બીલની રકમ ભરવાના નથી પુરેપુરા પૈસા

 

લોકસભા ચૂંટણીને લઈ પોતાના હસ્તગતની જ વીજ કંપનીને હવે ભાજપ સરકાર હાલ ઘટતું કરવા કહે તો જ મેળ પડે

રાજપીપળા પાલિકાએ સ્ટ્રીટલાઈટના ₹6 લાખ ભર્યા પણ વોટરવર્ક્સના બાકી લેણાને લઈ હજી પણ નગરમાં નહિ થાય લાઈટો ચાલુ

ભાજપ શાસિત ભરૂચ, રાજપીપળા, જંબુસર અને આમોદ પાલિકાની શાખ અને ફરી 4 નગરોમાં ઝગમગાટ માટે સરકાર સિવાય પાલિકા સત્તાધીશો પાસે કોઈ સહારો રહ્યો નથી. હવે ગાંધીનગરથી જ ચાર નગરનો અંધકાર દૂર થઈ શકે તેમ છે.

 

ભરૂચ અને નર્મદા જિલ્લાની ભરૂચ, જંબુસર, આમોદ તેમજ રાજપીપળા પાલિકાના વીજ કંપનીમાં ₹25 કરોડના બિલ બાકી હોય સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાયાને આજે ત્રીજો દિવસ છે.

 

ભરૂચમાં વિપક્ષ કોંગ્રેસે બુધવારે શાસક ભાજપની શાખના લીરેલીરા ઉડાવી દેખાવો કર્યા હતા. વિપક્ષ કોંગ્રેસને સામી લોકસભા ચૂંટણીએ ભાજપનો કાન આંબળવા અને પ્રજાનું સમર્થન મેળવવામાં ફાવતું મળી ગયું છે.

 

ચારેય પાલિકાના સ્ટ્રીટલાઈટનું લાઈટ બીલની બાકી રકમ તો લાખોમાં છે જે પાલિકાઓ ભરવા તૈયાર અને તત્પર છે. પણ સવાલ વર્ષોથી બાકી વોટર વર્ક્સના કરોડો રૂપિયાની છે. વીજ કંપની વોટર વર્ક્સના જોડાણો તો પ્રજાના પીવા તેમજ વપરાશના પાણીની પ્રથમ જરૂરિયાતને લઈ કાપી શક્તી નથી. એટલે વોટરવર્ક્સના કરોડોના બાકી બિલ સામે સ્ટ્રીટ લાઈટો કાપી નાખવામાં આવી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!