અંકલેશ્વર નગર પાલિકા ખાતેના ડોર ટુ ડોર કચરાની ગાડીઓ હડ વિસ્તાર ની બાહર ભંગારીયાઓ પાસે ઉભી નજરે પડતા અનેક તર્ક વિતર્ક

Date:

Share

અંકલેશ્વર નગર પાલિકા ખાતેના ડોર ટુ ડોર કચરાની ગાડીઓ હડ વિસ્તાર ની બાહર ભંગારીયાઓ પાસે ઉભી નજરે પડતા અનેક તર્ક વિતર્ક

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર નગર પાલિકા અવાર નવાર વિવાદો માં આવતી હોય છે, જેમાં પણ ખાસ કરી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓ સતત ચર્ચાનું કેન્દ્ર બની છે, અગાઉ વજન વધારવા માટે પથ્થર ગાડી માં ભરતા હોવાના વીડિયો થયા બાદ હવે વધુ એક ઘટના ક્રમ સામે આવતા સમગ્ર મામલે ચર્ચાઓ ટોક ઓફ ઘી ટાઉન બની છે,

 

અંકલેશ્વર નગર પાલિકા હદ વિસ્તાર માં જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીઓ છે તે ગાડીઓ નગર પાલિકા ના હદ વિસ્તાર ની બાહર ગડખોલ ગ્રામ પંચાયત ની હદ વિસ્તાર માં CHC કેન્દ્ર નજીક આવેલ એક ભંગાર ના ગોડાઉન પાસે ઉભેલી નજરે પડી હતી, જયારે આ ગાડી ચાલકો ને મામલે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભંગાર વેચવા માટે અહીંયા આવ્યા હતા.

 

ત્યારે સમગ્ર મામલે સવાલ એ થાય છે કે પાલિકા હદ વિસ્તાર ની બાહર જઈ આ ગાડી ના કર્મીઓ ક્યા પ્રકાર નું ભંગાર વેંચતા હતા…? શું આ આખે આખુ કોઈક કૌભાંડ ચાલે છે…? શું અંકલેશ્વર શહેર માં ભંગાર ના ગોડાઉનો નથી કે હદ બાહર સરકારી વાહન ને ઉપયોગ માં લઈ જઈ ત્યાં પોતાના મનસુબા પાર પાડવા માં આવી રહ્યા છે, તેવા અનેક સવાલો આખા ઘટના ક્રમ બાદ થી ઉભા થયા છે, ત્યારે જવે જોવું રહ્યું કે આખરે ચાલતા આ પ્રકાર ના ગોલમાલ ની ખીચડી માં પાલિકા ના સત્તા દિશો કોઈક જાત ની તપાસ કરે છે કે કેમ તે બાબત નોંધણીય રહી છે……


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!