અંકલેશ્વર ના પીરામણ ગ્રામ પંચાયત અને આઝાદ રોલિંગ શટર દ્વારા બી ડિવિઝન પોલીસ ના સહયોગ થી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વર ખાતે આજ રોજ જન જાગૃતિ અર્થે નો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના અધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,
આ કાર્યક્રમ માંટ્રાફિક એવરનેશ, સાયબર ફ્રોડ, ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવી,ફ્રી ફાયર જેવી ગેમ થી બાળકો ને દૂર રાખવા સહિત બાબતો અંગે માર્ગદર્શનઆપવામાં આવ્યું હતું,
આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના PSI પી.કે રાઠોડ, પીરામણ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, જુનેદ શેખ , મહેમુદ પઠાણ સહિત મોટી સંખ્યામાં શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા.