અંકલેશ્વરના નવાદિવા ગામે શામજી ફળિયા વિસ્તાર માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો
ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર પંથક માં બેફામ બનેલા નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી છે, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પડેલા દરોડામાં ભારતીય બનાવટ નૉ વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે,
એ ડિવિઝન પોલીસે નવા દિવા ગામ ખાતે ના શામજી ફળિયા માં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જે દરમ્યાન પોલીસ ને જોઈ બુટલેગરો માં નાસભાગ મચી જવા પામી હતી, તેમજ પોલીસ ના દરોડામાં 1705 બોટલો સહિત બિયર ના ટીન મળી કુલ 1,81,300 નૉ મુદ્દામાલ કબ્જે કરાયો હતો,
હાલ સમગ્ર મામલે બે આરોપીઓ વિજય ઉર્ફે બાદિયા પ્રવીણ ભાઇ વસાવા રહે, નવા દિવા અંકલેશ્વર તેમજ રાજેશ પ્રવીણ ભાઇ વસાવા રહે, નવા દિવા અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી.