વકફ મિલકતોના ગેર-કાયદેસર ખોટા હુકમો અને પત્રો ઉભા કરી વેચાણ કરનાર પર અંકલેશ્વરમાં ફરિયાદ નોધાઇ.

Date:

Share

વકફ મિલકતોના ગેર-કાયદેસર ખોટા હુકમો અને પત્રો ઉભા કરી વેચાણ કરનાર પર ફરિયાદ નોધાઇ.ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધિકરી અને સરકારી તંત્ર ધ્વારા મળી વકફ સફેદ કોલર ભૂ-માફીયાઓને માટે લાલ આંખ કરવામાં આવેલ છે.આજે આ ફરિયાદ ગુજરાત ભરમાં વકફ સફેદ કોલર ભૂ-માફીયાઓમાં ફફડાટ ફેલી ગયો છે.

 

અમારા પ્રતિનિધિ ધ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની મુલકાત કરી ઉપરોક્ત બાબતે જાણકારી મેળવતા તેમના ધ્વારા વકફ હિતમાં કરવામાં આવેલ કામગીરી અને આગળ જતા આવા વકફ મિલકતો વેચતા સફેદ કોલર ભૂ-માફીયાઓ અને વકફ મિલકતોમાં ગેરવહીવટ કરતા ટ્રસ્ટીઓ પર વકફ અધિનિયમ અને વકફ હિત ખાતર ફોજદારી કરવા માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી સફેદ કોલર ભૂ-માફીયાઓ કાયદની પકડમાં આવે તે માટે નિયમો અનુશાર કાર્યવાહી ચાલુ છે.

 

તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજ સબ રજીસ્ટ્રાર કચેરી અંકલેશ્વર દસ્તાવેજ નં.૭૭૧૬/૨૦૨૨ માં દસ્તાવેજ લખી આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા માહે નોધણી સર નિરીક્ષકની કચેરી અને નોધણી ભવન ગાંધીનગર પત્ર ક્રમાંક:ઈજર/વહટ/ઈ.સ.૨૧૯૫/૨૦૨૩/ ૪૨૬૯૫-૯૭ તા.૦૬/૧૨/૨૦૨૩ ના હુકમના આધારે જાણ કરેલ છે.અને જે દસ્તાવેજની નોધણી અમોએ કરેલ હોઈ જે બાબતે ફરિયાદ કરવા હુકમ કરવામાં આવેલ છે.

 

અને અમોએ ઉપરોક્ત દસ્તાવેજ નં.૭૭૧૬/૨૦૨૨નો જેમાં વેચાણ આપનાર નવી મસ્જિદના વહીવટકર્તા મોલાના સલીમ સુલેમાન રાવત નાઓએ ગુજરાત વકફ બોર્ડનો તા.૧૦/૦૬/૨૦૧૫ નો હુકમ ક્રમાંક ગુ.રા.વ.બોર્ડ/કલમ-૫૧/જાવક નં ૩૯૮૦/૨૦૧૫ નો જમીન વેચાણની મંજૂરીનો પત્ર આધારે ઉપરોક્ત નવી મસ્જીદના વહીવટ કર્તાની માલિકીની મોજે ગામ જીતાલી અંકલેશ્વરના નં ૩૦૩ જુનો બ્લોક નં.૪૪ નવો બ્લોક/સર્વે નં.૭૨૨ ક્ષેત્રફળ ૦-૫૨-૬૭ વાળી મિલકતનો રૂ.૨,૪૨,૦૦૦/-માં બલર રમેશભાઈ કાળુભાઈ નાઓને વેચાણ દસ્તાવેજ કરી આપેલ જેનો વેચાણ દસ્તાવેજ ગઈ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ નોધણી માટે અંકલેશ્વર સબ રજીસ્ટ્રાર શ્રી આર.જી.રાવલ સમક્ષ બે શાક્ષીઓ પટેલ ઇકબાલ અહેમદ અને પટેલ અહમદ મહમદ જીતાલી અંકલેશ્વર નાઓની રૂબરૂમાં રજુ કરેલ હતો.પરંતુ કાચી નોધ પ્રમાણિત થવા પર મુલતવી હતો ગઈ તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ અંકલેશ્વરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં અમો રજીસ્ટ્રાર તરીકે ફરજ પર હતા તે દરમિયાન કાચી નોધ પ્રમાણિત થયેલાની નકલ તથા ગુ.રા.વ.બોર્ડના હુકમ નં.મી.દા/જા.નં/૧૫૯૪૩/૨૦૨૨ તા.૨૮/૦૭/૨૦૨૨ થી રજુ કરનાર નવી મસ્જીદના વહીવટકર્તા મોલાના સલીમ સુલેમાન રાવત નાઓએ ઉપરોક્ત દસ્તાવેજ નં. ૭૭૧૬/૨૦૨૨ સાથે ગુ.રા.વ.બોર્ડ/કલમ-૫૧/જાવક નં ૩૯૮૦/૨૦૧૫ નો જમીન વેચાણની મંજૂરીનો પત્ર જે ખોટો હોય જે અનુસંધાને નોધણી સર નિરીક્ષકની કચેરી સ્ટેમ્પ અને નોધણી ભવન ગાંધીનગર જાવક નં.ક્રમાંક:ઈજર/વહટ/ઈ.સ.૨૧૯૫/૨૦૨૩/ ૪૨૬૯૫-૯૭ તા.૦૬/૧૨/૨૦૨૩ થી ઉપરોક્ત જમીન બાબતે વકફ મિલકતને ખોટા/ફરજી/દસ્તાવેજો /ફેક ઉભા કરી વકફ મિલકતનું ગેરકાયદેસર વેચાણ કરેલ છે.

 

જે બાબતે નોધણી અધિનિયમની કલમ ૮૨(એ.બી.સી.ડી.)અન્વયે વેચાણ આપનાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા હુકમ કરેલ હોય જેથી મારી કચેરીના પત્ર ક્રમાંક સર/અંકલેશ્વર/વહટ/FIR/૫૨૩/૨૦૨૩ તા.૧૧/૧૨/૨૦૨૩ થી આ બાબતે સબ રજીસ્ટ્રાર પ્રકાસભાઈ ધ્વારા ઉપરોક્ત વિગતોને લઇ અંકલેશ્વર પોલીસ સ્ટેશને એફ.આઈ.આર.નં.૧૧૧૯૯૦૬૧૨૩૧૧૬૮ તા.૨૨/૧૨/૨૦૨૩ ધ્વારા સેક્શન ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ અને રજીસ્ટ્રીકરણ અધિનિયમ-૮૨(a), ૮૨(b), ૮૨(c), ૮૨(d),મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

આ 5 ટિપ્સથી ઘટશે વીજળીનું બિલ ! લોકો ધ્યાન આપતા નથી પરંતુ તે ખૂબ જ સરળ છે, એમાં થશે અડધો ખર્ચ !

5 સ્ટાર-રેટેડ રેફ્રિજરેટરમાં અપગ્રેડ કરવાથી તમારી ઊર્જાનો વપરાશ લગભગ...

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ...
error: Content is protected !!