અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો વધુ એક વાર વિવાદ માં આવ્યા છે, એક ખાનગી મકાન બાહર થી કાટ માળ ભરતું નગર પાલિકા નું ટેમ્પો કેમેરા માં કેદ થવા પામ્યું છે,
અંકલેશ્વર નગર પાલિકા નું ટેમ્પો ખાનગી મકાન બાહર કાટ માળ લેતું હોવાના ડ્રશ્યો વાયરલ થયા છે,વાયરલ વિડીયો બાદ લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું બિલ્ડરો માટે પાલિકા કાટ માળ લેવા ટેમ્પો મોકલે છે..? તેવા અનેક સવાલો આ વાયરલ વીડિયો બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા… હાલ આ વીડિયો ક્યા વિસ્તાર નો છે તે જાણી શકાયું નથી,પરંતુ મામલે પાલિકા એ ટેમ્પો ચાલક પાસે ખુલાસો માંગવો જરૂરી જણાઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ અંકલેશ્વર નગર પાલિકા નું ડોર ટુ ડોર કચરા ઉઘરાવવા નું ટેમ્પો નગર પાલિકા ની હદ વિસ્તાર બાહર ગડખોલ ખાતે ની હદ માં ભંગારયા ના ત્યાં ભંગાર લઈ પહોંચ્યું હતું, જે બાબતે પણ વિવાદ થયો હતો, ત્યારે પણ તપાસ ના આદેશ અપાયા હતા,તેવામાં વધુ એક વાર નગર પાલિકા નું ટેમ્પો ખાનગી મકાન બાહર કાટ માળ લેતું નજરે પડતા અંકલેશ્વર નગર પાલિકા ના વાહનો પ્રજાના ટેક્સ ના પૈસા ક્યાં ક્યાં વેડફી રહ્યા છે તેના ઉત્તમ દર્શન થઈ રહ્યા છે.