કૃષિ મેળો: વસોની કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલીટેકનીક કોલેજ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Date:

Share

Gujarati NewsLocalGujaratNadiadAgricultural Fair And Natural Farm Exhibition Program Held At Vasoni Agricultural College And Agricultural Polytechnic College

નડિયાદએક કલાક પહેલા

કૉપી લિંકખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કિસાન ભાગીદારી પ્રાથમિકતા મારી અભિયાન સંદર્ભમાં દરેક જિલ્લામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પ્રદર્શનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલીટેકનીક કોલેજ, વસો મુકામે કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેત પ્રદર્શન ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલએ જણાવ્યું હતું કે, કૃષિ અને સલગ્ન ક્ષેત્રોમાં ગુજરાતે એક આગવી ઓળખ ઉભી કરી અન્ય રાજ્યો માટે દીવા દાંડીરૂપ બન્યુ છે. ખેડુતોને અદ્યતન ટેકનોલોજીથી કૃષિ અને સલગ્ન ક્ષેત્રોમાં વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિયાત્રિકરણ, બજારની માંગ આધારિત હાઇટેક બાગાયત ખેતી, ખેત ઉત્પાદનોનું મુલ્ય વર્ધન, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો, ખેડૂતોને અકસ્માત થતા મૃત્યુ અપંગતા સામે વીમા કવચ સિંચાઇ માટે નક્કી વીજ પુરવઠો, જેવી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લઈ રાજયના ખેડૂતો એ કૃષિ ક્ષેત્રે નવા નવા આયામો પ્રસ્થાપિત કર્યો છે.

રાજ્યનો 58 ટકા જેટલો વિસ્તાર સૂકો તેમજ અર્ધસૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠત્તમ કિસાન હિનલક્ષી યોજનાઓ અને ધરતી પુત્રોના અથાગ પરિશ્રમથી રાજય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્ર સ્થાને છે. વર્ષ‌ 2021-22દરમ્યાન ખેતીવાડી વિભાગની કૃષિ યાત્રીકરણ યોજનામાં કુલ પાત્રતા ધરાવતી 15967 અરજીઓને ઓનલાઈન પૂર્વમંજુરી આપવામાં આવેલ છે. આજ વર્ષ માં જિલ્લામાં ખેત ઓજારોમાં આપેલ સહાયની વિગતની વિગતો જોઇએ તો ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 6543 ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતગત રૂ. 1171.75 લાખ જેટલી સહાય સીધી જ તેઓના બેંક ખાતામાં જમા કર્યા છે.

આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ તેઓના અનુભવો પીરસ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ બાબુભાઇ, રમણભાઇ, વૈજ્ઞાનિક પી.કે.શર્મા, વસો ના સરપંચ ઉમેશ અમીન, તા.પ પ્રમુખ હેમલબેન પટેલ, તા.વિ. અધિ. મિહિકા પરમાર, જિલ્લા ખેતીવાડિ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ્લભાઇ પરમાર, જિ.પં સભ્ય પાર્વતીબેન મકવાણા, એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઇ પ્રજાપતિ, તા.૫ સદસ્ય દિનેશભાઇ સહિત પ્રાકૃતિક ખેતી કરતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!