વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: પાટણમાં આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા સહસ્ત્ર તરૂવન, સરસ્વતી નદીના કાંઠે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Date:

Share

Gujarati NewsLocalGujaratPatanAryavrat Nirman And Green Global Brigade Conducted Tree Planting Program On The Banks Of Sahastra Taruvan, Saraswati River In Patan.

પાટણએક કલાક પહેલા

કૉપી લિંકદેશી કુળના અલગ-અલગ 75 વૃક્ષો વાવવામાં આવ્યા

ગુજરાત સરકાર દ્વારા ગૌરવ દિન 1લી મે–2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણ ખાતે નક્કી કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને એન.જી.ઓ.ના સહયોગથી દૈનિક કાર્યક્રમં આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વૃક્ષો વાવવાના આહવાન અનુસાર આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા સહસ્ત્ર તરૂવન, સરસ્વતી નદીના કાંઠે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

સુપ્રીત સિંધ ગુલાટી,કલેકટર પાટણ, ડી.એમ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ભરત જોષી, નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડના નિલેશ રાજગોર, મનોજભાઈ પટેલ, યતિન ગાંધી વિગેરેની વિશેષ ઉપસ્થિતિમાં દેશી કુળના અલગ-અલગ 75 વૃક્ષો વાવવામાં આવ્યા અને આ વિસ્તારને વનીકરણ થકી હરીયાળો બનાવવાની અવીરત ઝુંબેશને આગળ વધારવાની કામગીરીને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!