ભાસ્કર એક્સક્લૂઝિવ: વડોદરાના રંગીન સ્વભાવના પોલીસ અધિકારી પત્ની ઉપરાંત બે પ્રેમિકા રાખતા હોવાનો ઘટસ્ફોટ, ઓડિયો-ક્લિપ વાઇરલ

Date:

Share

વડોદરાએક કલાક પહેલા

જુદી-જુદી ચાર ઓડિયો-ક્લિપ ફરતી થતાં પોલીસ બેડામાં હડકંપઅમદાવાદની એક મહિલા બૂટલેગર સાથે પણ સંબંધો હોવાની ચર્ચાપોલીસ અધિકારીને પ્રેમિકાનો ટોણો- નાની ઉંમરની મળી એટલે મને મૂકી દેવાની?

વડોદરા શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી અને પ્રેમિકા વચ્ચેની મોબાઇલ ફોન પર થયેલી અંગત વાતચીતની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે. અમદાવાદમાં વર્ષો સુધી નોકરી કર્યાં બાદ પ્રમોશન મેળવી વડોદરા આવેલા આ પોલીસ અધિકારીને છાજે નહીં એવી માત્ર બે વચ્ચે થયેલી વાતોમાં અન્ય પ્રેમિકા અને પત્નીનો પણ ઉલ્લેખ છે, ત્યારે રંગીન સ્વભાવ ધરાવતા અધિકારી સાથેની અંગત વાતો અમદાવાદ રહેતી ખુદ પ્રેમિકાએ જ વાઇરલ કરી હોવાનું માનવામાં આવે છે.

અધિકારી અને મહિલાની 4 ઓડિયો-ક્લિપ સામે આવી4 ઓડિયો-ક્લિપમાં પહેલી 5 મિનિટ અને 11 સેકન્ડની, બીજી 43 મિનિટ 46 સેકન્ડની, ત્રીજી 3 મિનિટ 50 સેકન્ડની, જ્યારે ચોથી 1 મિનિટ 28 સેકન્ડની છે. મોબાઈલ પર અધિકારી પોતે મહિલા સાથે લાંબા સમયથી પ્રેમમાં હોવાની અને અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હોવાની આડકતરી કબૂલાત કરે છે. મહિલા વાતચીત દરમિયાન બીજી નાની છોકરીની ઉંમરની પ્રેમિકા મળી ગઈ હોવાથી હવે મને તું મળવા પણ તૈયાર નહિ હોવાનો બળાપો વ્યક્ત કરે છે.

અધિકારીને પત્ની ઉપરાંત અમદાવાદમાં બે સ્ત્રી મિત્રોહવે પત્ની માટે સમય છે. વર્ષો સુધી મારો ઉપયોગ કર્યો તો મારી યાદ કેમ કોઈ દિવસ નથી આવતી? એવો ગુસ્સો વ્યક્ત કરી મેં તારા માટે શું નથી કર્યું? એવો સવાલ પણ ઊભો કરતાં પોલીસ અધિકારીની બોલતી બંધ થઈ જાય છે, એવું ક્લિપમાં જણાય છે. આ મહિલાએ તેનું શોષણ થયું હોવાની અરજી રાજ્ય પોલીસવડાને કરવાની તજવીજ હાથ ધરી છે. ઓડિયો-ક્લિપ સાંભળતાં અધિકારીને પત્ની ઉપરાંત અમદાવાદમાં બે સ્ત્રી મિત્રો હોવાનું જણાઇ રહ્યું છે.

ક્લિપ-1 : પહેલાં જેવું ના બોલતા કે મને હવે તારી જરૂર નથી

અધિકારી: બોલમહિલા: હલો ..હલ્લોઅધિકારી: બોલનેમહિલા: તમે આવી રીતે વાત કરો છો ને એ મને નથી ગમતું હ. હું શાંતિથી રહું છુ, બધું સારી રીતે કરું છું, તમે કહો એવું બધું કરું છું, તોય કદી… ખબર નઈ આ તો એવું લાગે છે, તમે આવી રીતે કરી કરીને ટાઈમ પાસ કરો છો અને દિવસો કાઢો છો. તમે આમ કરી કરીને મને દૂર કરી દેતા હોય એવું લાગે છે.અધિકારી: એવું કંઈ ના હોય અને અહીં રાતના કામમાં લાગેલા છે. ફોનની બેટરી ઓછી છે. અહીં મારા અધિકારીઓ પણ આયા છે. મીડિયાવાળા પણ બધા મારી આજુબાજુ હોય અને હું તારી જોડે ચોંટી રહું તો કેવું લાગે?મહિલા: પણ વાત તો કરી શકાય ને?અધિકારી:અહીં આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે વાત પણ કરું? મારા ઉપલા અધિકારીઓ પણ અહીં હાજર છે તેમને કેવું લાગે? હું તો તને પ્રેમથી જ કહું છું શાંતિથી જ કહું છું, બીજા કોઈ સેન્સથી નથી કહેતો, ખ્યાલ આયો?મહિલા: સારું ત્યારે સોમવારે ખરું ને? પાકુંને?અધિકારી: પણ સોમવારે શાંતિથી જ કરજો હ, મને તો બીક જ બહુ લાગે છે.મહિલા: પાછું મને પહેલાં જેવું બધું બોલવાનું ચાલુ કરી દેશે, એટલે મને ઝાલ્યું નથી રહેવાતું. એટલે મને એમ થાય કે દરરોજ વાત થાય ને તો મને એવું કંઈ બોલે જ નઈ.અધિકારી: ના એવું કંઈ નથી.મહિલા: એટલે કાલે આવવાના છે કે નથી આવવાના?અધિકારી: કાલનો તેમને ઉજાગરો છે, કાલે શી પરિસ્થિતિ હશે એ મને હમણાં ખબર નથી, એટલે હું તને કહું છુંમહિલા: હા, વાંધો નહિ. તમ તમારે કહેશો ઈમ…અધિકારી: હા ચાલો.મહિલા: પણ તમે શાંતિથી કરજો પછી પહેલાં જેવું ના બોલતા કે મને હવે તારી જરૂર નથી. ચાર દિવસે મળીયે તો શાંતિ રાખજો. એવું બધું કંઈ નઈ કરતા, કહી દઉં છું.અધિકારી: સારું હ… શાંતિથી બસ? ઓકે?

ક્લિપ-2 : તમારી ઈચ્છા એવી છે કે હું તમને ભૂલી જાવ, છોડી દઉં…

અધિકારી: બોલ શું કહે છે?મહિલા: ફ્રી થયા હવે…અધિકારી: હા, બોલ.મહિલા: તમે કેમ મારી સાથે આવું કરો છો? મૂડ હોય ત્યારે વાત કરો છો અને ના હોય તો બૂમબરાડા કરો છો?અધિકારી: પણ કોઈ કારણ હોય, કોઈ કામ હોય અને તું વાત કરે તો ઠીક છે, ખાલી ખાલી ફોન કર્યા કરે એ કેવી રીતે ચાલે?મહિલા: તો શું કરું? મને ચિંતા થાય છે. દવા લીધી? જમ્યા? કંઈ ખાધું?અધિકારી: હા, ખાધું. તું ઉપવાસ કરે છે પણ પહેલા શરીર સાચવવાનું, તારું ધ્યાન રાખજે.મહિલા: મને લાગે છે આવું કરીને તમારી ઈચ્છા એવી છે કે હું તમને ભૂલી જાવ, છોડી દઉં પણ હું તને ભૂલવાની નથી. આપડે વર્ષો સુધી સાથે રહ્યાં એ બધું કેવી રીતે ભૂલી શકાય?અધિકારી: ચાલ, ફોન હવે મૂક. જૂન મહિના સુધી રાહ જો, પછી બધું સારું અને પહેલાં જેવું થઈ જશે.અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!