ભરૂચ શહેરના મહાદેવ નગરમાં રહેતા ધ્રુવ પટેલને પોલીસને ગાળો આપતી રીલ બનાવી સોશ્યલ મીડિયામાં ફેરવવું ભારે પડ્યું છે.જીહા જો તમે રીલ બનવાના શોખીન હોવ તો કોઈ પણ રીલ બનાવતા પહેલા વિચાર જો વાત કરીએ ભરૂચ શહેરમાં રહેતા બુટલેગર ધ્રુવ પટેલની તે બે ગુનામાં વોન્ટેડ હોય તેની માતાની પણ પોલીસે દારૂના કેસમાં અટકાયત કરતા તેના અકળાયો હતો.જેથી ફોરવહીલ ચલાવતા પોલીસને ગાળો ભાંડતો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.જેની જાણ સી ડિવિઝન પોલીસને થતાં તેને મઝા ચખાડવા પોલીસે તેની અટકાયત કરીને મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો બીજી વખતે આવો વીડિયો નહિ બનાવું હોવાના રટણ સાથે રડતો હોવાની તેની રીલ પોલીસે બનાવી છે.પોલીસે તેના વિરુધ્ધ દાખલ થયેલા ગુનાઓ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.